કોર્ષ-૩૦૧ અને કોર્ષ-૩૦૨
કોર્ષ – ૩૦૧
જ્ઞાન અને અભ્યાસક્રમ -૧
ભારતીય સંસ્કૃતિ
દરેક વ્યક્તિને પોતાના સમાજની અલગઅલગ રીત- રીવાજો
હોય છે. આ રીવાજો પેઢીએ પેઢીએથી ચાલ્યા
આવતા હોય છે. દરેક સમાજને તેના પૂર્વજો તરફથી પ્રાપ્ત થાય છે, તે એટલે સંસ્કૃતિ.
સંસ્કૃતિ દ્ધારા જ દરેક સમાજનું આગવું મહત્વ હોય છે.સંસ્કૃતિ દ્ધારા જ જે તે
સમાજની આગવી છાપ ઉભી થાય છે. દરેક સમાજને આગવી ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, જીવન
પદ્ધતિ, ખોરાક, પોશાક, આહાર, ટેવો, કાયદા,સમાજનું બંધારણ વગેરે પોતાના પ્રાંત સુધી
મર્યાદિત હોય છે. જે તે વિસ્તારના લોકો ગમેતે જગ્યાએ રહે પણ પોતાની સંસ્કૃતિ છોડતા
નથી. પોતાના વારસામાં મળેલી ભાષા, નૃત્ય, ખોરાક,પહેરવેશ વગેરે જેવી વસ્તુઓને સાચવી
રાખીને સંસ્કૃતિ સંરક્ષણ કરે છે.નવી પેઢીમાં સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવું એ આજની
પેઢીની ફરજ છે. આપણે ઈતિહાસમાં વિવિધ સંસ્કૃતિનો અભ્યાસ કરી ચુક્યા છીએ. જેવી કે સિંધુ
ખીણની સંસ્કૃતિ, મોહેં-જો-દડોની સંસ્કૃતિ. દુનિયામાં આવી ઘણી સંસ્કૃતિઓ વિકસી છે,
પણ કુદરતી આપત્તિઓને કારણે લુપ્ત થઇ છે.
સંસ્કૃતિ
સંસ્કૃતિ એટલે સામાન્ય અર્થ કરીએ તો સંસ્કારોનું સિંચન.
સંસ્કૃતિ શબ્દ
સંસ્કૃત શબ્દ सम+क् પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતિ એ માનવીના જીવનની
વિકાસની ગાથા છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે.સમાજનું અસ્તિત્વ ધરાવતું
વાસ્તવિક ચિત્ર છે. સંસ્કૃતિ સમાજને એક તાંતણે બધી રાખે છે. આપણા ઈતિહાસમાં ભારતની અનેક સંસ્કૃતિ જોવા મળે છે, જેમ કે દ્રવિડ
સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, સિંધુ
ખીણ સંસ્કૃતિ, મોહેં-જો-દડોની સંસ્કૃતિ વગેરે
સંસ્કૃતિઓ વિકસી હતી. વેદો, વેદાંતો, ઉપનિષદો, આરણ્યકો,પુરાણો, ગીતા,
રામાયણ, મહાભારત વગેરે આપણો વારસો છે. ભારતીય સંસ્કૃતિમાં કલા, કૌશલ્ય, ઉદ્યોગો,
વિજ્ઞાન અને ખેતીએ ભારતને વારસામાં મળેલી છે,તેથી જ તો ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો
હતો. આજે પશ્ર્વિમી સંસ્કૃતિના કારણે ખેતી પ્રધાન દેશ આધુનીક થઈ રહ્યો છે.
અર્થ
“ જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ
”
“પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ” - વિનોબા ભાવે આ વાક્ય ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ
નામના ચરિત્ર નિબંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
વ્યાખ્યા
“ લોકોનું એક જૂથ,એક રાજ્ય અથવા એક રાષ્ટ્રના
સભ્યોની સામાજિક, બૌદ્ધિક, કલા, રાજ્યવહીવટ અને ઔદ્યોગિક વિકાસ વિષયક સિદ્ધિઓનો
સરવાળો તે તેની સંસ્કૃતિ.”
- કાકા કાલેલકર
“ Culture is
the way of life”
- John Adams
“Culture is a total behavior of the group of a society” - Brown
“કોઈ વિશિષ્ટ સમયમાં
વિશિષ્ટ સ્થળે નિવાસ કરનાર વિશિષ્ટ લોકોની જીવન વ્યતીત કરવાની જીવનશૈલીને સંસ્કૃતિ
કહેવામાં આવે છે.
- રસ્ક
“ સંસ્કૃતિ એ મૂર્ત અને અમૂર્ત
એવી લોકોના એક જૂથ કે સમૂહની સિદ્ધિઓ છે, જે એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત
થાય છે અને વિરાસત તરીકે ઓળખાય છે.”
- ઈન્દિરા ગાંધી
ભારતીય સંસ્કૃતિ
ભારત પાસે ભવ્ય પ્રાચીન
સાંસ્કૃતિક વારસો મળેલો છે. ભારતીય સંસ્કૃતિ લગભગ ૫૦૦૦ વર્ષ કરતા પણ જૂની છે,
ભારતીય સંસ્કૃતિ આપણને ઋષિમુનીઓ દ્વારા મળેલ છે. આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળમાં
વેદો, વેદાંત, ઉપનિષદો, આરણ્યક, પુરાણો, શાસ્ત્રો વગેરેનો ઉલ્લેખ થયેલો છે. ભારતીય
સંસ્કૃતિમાં અન્ય ઘણી સંસ્કૃતિઓ આવી છે. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણને હસ્તકલા,ચર્મકલા,
ચિત્રકલા જેવી કલાઓ મળેલ છે.
ભારતીય સંસ્કૃતિમાં
પ્રાચીન વિદ્યાપીઠોમાં આયુર્વેદ,કૃષિવિજ્ઞાન, સંગીત, સર્પવિદ્યા,ન્યાય, ઔષધશાસ્ત્ર
એવા ઘણા વિષયો શીખવવામાં આવતા હતા, ભારતીય સંસ્કૃતિમાં સંગીતનું ઘણું મહત્વ હતું.
તાનસેન અકબરના દરબારમાં સંગીતકાર હતો.દિવાળીના દિવસે દીપક રાગ ગાઈને દીવડા
પ્રગટાવ્યા હતા.અને આના કારણે તેને અસંખ્ય પીડા થઈ હતી,આના કારણે તે દેશાંતર કરવા
લાગ્યો હતો અને તે ફરતો ફરતો ગુજરાતમાંના વડનગર ગામમાં આવ્યો હતો, અને ત્યા
તાનારીરી એ મલ્હાર રાગ ગાઈને તેની બળતરા દુર કરી હતી.
કોર્ષ – ૩૦૨
સમાવિષ્ટ શાળાની રચના
વિશિષ્ટ બાળકોના સંદર્ભમાં પ્રત્યાયનના કૌશલ્યો
“પ્રત્યાયન એટલે વાતચીત”
વર્ગખંડમાં બાળકો સાથે
શિક્ષકો એ શિક્ષકો શાથે બાળકો કરતા હોય તેને પ્રત્યાયન થયું હોય તેમ કહેવાય.
વિશિષ્ટ બાળકો અલગઅલગ રીતે પોતાની રજૂઆત કરતા હોય છે. તેને પ્રત્યાયન થયું કહેવાય
છે. વિશિષ્ટ બાળકોમાં પ્રતિભાશાળી, મંદ બુદ્ધિ,મુક બધીર,મુંગા,અંધત્વ ધરાવતા
બાળકોનો સમાવેશ થાય છે.દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો અલગઅલગ પ્રવૃત્તિ કરવી
પડે છે.જો વિદ્યાર્થી પ્રતિભાશાળી હોયતો તેને મંદ બુદ્ધિના બાળક સાથે પ્રત્યાયન
કરીએ તે રીતે વાતચીત કરવામાં આવેતો તેને સંતોષ થતો નથી,તે તેને હતાશા જેવું લાગે
છે. આના કારણે વિશિષ્ટ બાળકની જરૂરીયાતો અલગ પ્રકારની હોય છે. સામાન્ય બાળક કરતા અલગ તરી આવે છે.ક્યારેક બાળક એક કરતા
વધુ અક્ષમતા દ્રવી સકતા હોય છે. કેટલાક વિશિષ્ટ જરૂરિયાતોવાળા ઘણા બાળકોમાં મૌખિક
પ્રત્યાયન મર્યાદિત હોય છે.આવા બાળકો સાથે વાતચીત કરવી એ પડકારરૂપ જોવા મળે છે.
વિશિષ્ટ બાળકોના સંદર્ભોમાં પ્રત્યાયનના વિશિષ્ટ કૌશલ્ય નીચે મુજબ
દર્શાવવામાં આવે છે.
સંગીત :-
સંગીત સમગ્ર વિશ્વના લોકોને ગમે
છે.અને તેની ભાષા સમજી શકે છે.સંગીત દ્વારા વિશિષ્ટ બાળકોની સાથે પ્રત્યાયન કરવાથી
સાર્થક નીવડે છે. સંગીત દ્વારા વિશિષ્ટ બાળકોને ભણવા માટે રસ રુચિ વધારી શકાય છે. કેટલાક
બાળકો ઉચ્ચારણ કરી શકતા નથી તેના કારણે તે બાળકો અ શાબ્દિક રીતે પ્રત્યાયન કરે છે,
અને જે બાળકો ઉચ્ચારણ કરી શકે છે તે બાળકો શાબ્દિક રીતે પ્રત્યાયન કરે છે. સંગીત એ
શિક્ષણ અને વિકાસ માટે ઉત્તમ અને અનંત તકો પૂરી પડે છે.શબ્દોનો ઉપયોગ કર્યા વગર
બીજા લોકો સાથે વાતચીત કરવા માટે સંગીત ઉપયોગી બને છે,સંગીત દ્વારા વિશિષ્ટ
બાળકોને પ્રત્યાયન કરવા પ્રોત્સાહન બની રહે છે.
સ્પર્શ:-
જે બાળકો જોઈ સકતા નથી કે સાંભળી સકતા નથી તેવા
બાળકોને સ્પર્શ કરીને તેમની સાથે વાતચીત કરવા ઉપયોગી નીવડે છે.સ્પર્શ દ્વારા તે
બાળકને જે તે વસ્તું માટે ચોક્કસ ખ્યાલ આવે છે.એઓ સ્પર્શ દ્વારા અનુભવી શકે છે.આવા
બાળકો માટે સ્પર્શ દ્વારા પ્રત્યાયન વધુ અસરકારક બની રહે છે.
કલા:-
કલાએ શાબ્દિક કે અશાબ્દિક રીતે જે
બોલી સકતા નથી તેવા બાળકો કલા દ્વારા પોતાનું પ્રત્યાયન કરી શકે છે. કલા દ્વારા
તેમને ઉત્સાહિત કરી શકાય છે. કલામાં નિષ્ફળ જવાની સંભાવના રહેતી નથી, અને તેઓ હતાશ
બનતા નથી.કલા દ્વારા તેનામાં રહેલી લાગણીઓને બહાર લાવવાની પૂરતી તક મળે છે,અને
પોતાનું કૌશલ્ય વિકસાવી શકે છે.
શારીરિક
હલનચલન :-
વિશિષ્ટ બાળકને શીખવવા માટે વધુ સમય લાગે છે.તેઓ વધુ સમયના કારણે પ્રત્યાયનમાં મુશ્કેલી અનુભવે
છે.આવા બાળકો માટે શારીરિક હલનચલન એ વ્યસ્ત કરવાનું માધ્યમ છે.વિશિષ્ટ બાળકો
શારીરિક હલનચલન દ્વારા અન્ય સાથે પ્રત્યાયન સાધી શકે છે અને કરી શકે છે.
ટેકનોલોજી :-
જે બાળકો તે બાળકો
મોબાઈલ ટેબલેટ્ની સ્ક્રીનનો લખવા માટે ઉપયોગ કરીને પ્રત્યાયન અસરકારક કરી શકે
છે.જે બાળકો જોઈ નથી શકતા તે બાળકો પ્રોજેક્ટ પરના વિડીયો દ્વારા સાંભળીને સારું
પ્રત્યાયન કરી શકે છે.અંધ બાળકો ઓડિયો દ્વારા પણ સાંભળીને અસરકારક પ્રત્યાયન કરી
શકે છે.જે બાળકો ફક્ત બોલી નથી શકતા તે ચિત્ર જોઇને વાક્ય લખીને પ્રત્યાયન અસરકારક
રીતે કરે છે.વિશિષ્ટ બાળકને ટેકનોલોજી દ્વારા અધ્યયન કરાવવામાં આવે તો બાળકો ભણવા
માટે તત્પર રહે છે, અને યોગ્ય રીતે અસરકારક પ્રત્યાયન કરી શકે છે.
હાવભાવ:-
જે બાળકો સાંભળી નથી શકતા તેવા બાળકો સાથે વાતચીત કરવા માટે પોતાના હાવભાવ
જોઇને બાળક પ્રત્યાયન કરવા તત્પર રહે છે. આ કૌશલ્ય એક બિન મૌખિક માર્ગ છે. આ કૌશલ્ય
શ્રવણની ખામી વાળા બાળકો માટે ફાયદાકારક બને છે.આવ બાળકો જો હાવભાવથી સમજી ન શકતા
હોય તો તેમને યોગ્ય પદ્ધતિથી સમજાવવું, જેથી કરીને બાળક અસરકારક પ્રત્યાયન કરી
શકે,અને વર્ગના બાળકો સાથે અનુકુલન સાંધી શકે.
સાંકેતિક ભાષા
:-
સાંકેતિક ભાષા બહેરા કે શ્રવણની ખામીઓ ધરાવતા બાળકો માટે જ ઉપયોગી છે,
તેવું નથી પરંતુ મૂક બધીરના બાળકો માટે પણ તેટલી જ ઉપયોગી છે.આવા બાળકો શબ્દો ઉચ્ચારી
શકતા નથી પણ તે સાંકેતિક ભાષા દ્વારા પ્રત્યાયન અસરકારક રીતે કરી શકે છે, અને
તેમની હ્તાશની લાગણી દુર કરી શકે છે.
આમ,વિશિષ્ટ બાળકો સાથે વાતચીત કરવા માટે વિવિધ પ્રત્યાયન કૌશલ્યો આવશ્યક
છે. તેથી યોગ્ય તાલીમ લઈ આ કૌશલ્યો વિકસાવી શકાય છે.
Internet Download Manager Full Crack
ReplyDeletevmix crack
ReplyDeleteminitool power data recovery crack
easeus data recovery wizard crack
ultraedit crack
avocode crack